મોરબીમાં રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ.
મોરબીમાં રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ.
Published on: 23rd March, 2026

મોરબી મહાપાલિકા દ્વારા મેલેરીયા શાખાએ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ હાથ ધરી છે. અનંતનગર, શક્તિનગર સહિતના વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે કરાયો. પાણી ભરેલા પાત્રોની ચકાસણી અને એબેટ કામગીરી કરાઈ. એવન્યુ પાર્ક, દાઉદીપ્લોટ જેવા વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવને રોકવા જંતુનાશક દવાઓનો છંટકાવ અને Fogging કરાયું.