ભીડમાં એકલતા: આજના સમયની ગંભીર બીમારી
ભીડમાં એકલતા: આજના સમયની ગંભીર બીમારી
Published on: 16th September, 2026

આજના યુગમાં, જ્યાં 800 કરોડ લોકો વસે છે, ત્યાં પણ સાચા સંબંધો શોધવા મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોવા છતાં, વાસ્તવિક જીવનમાં એકલતા અનુભવાઈ રહી છે. આ એકલતા, જે દિવસમાં 15 સિગારેટ પીવા કરતાં પણ વધુ જોખમી છે, તે અકાળ મૃત્યુ, સ્ટ્રોક, હૃદયરોગ અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે. WHOએ એકલતાને વૈશ્વિક આરોગ્ય સંકટ જાહેર કર્યું છે. બદલાતી જીવનશૈલી, ન્યુક્લિયર ફેમિલી, અને વ્યક્તિગત જીવનનો વધતો વ્યાપ આ સમસ્યાને વધુ વકરાવી રહ્યો છે.