બેંગ્લુરુમાં 50% ડિસ્કાઉન્ટ સાથે નકલી કેન્સર દવાનો પર્દાફાશ
બેંગ્લુરુમાં 50% ડિસ્કાઉન્ટ સાથે નકલી કેન્સર દવાનો પર્દાફાશ
Published on: 15th September, 2026

બેંગ્લુરુમાં કેન્સરની નકલી દવાઓના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસકારો હવે ૯૦થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં પહોંચાડેલી નકલી અને રિપેકેજ્ડ દવાઓની તપાસ કરી રહ્યા છે. બેંગ્લુરુ પોલીસની SIT અને ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત તપાસમાં ફાર્મસી કૃપા હેલ્થકેરના માલિક વીરેશકુમાર જૈનની ધરપકડ કરાઈ છે. આ ફાર્મસી નકલી દવાઓના સંગ્રહ અને વિતરણ માટે વપરાતી હતી. પોલીસે દરોડા દરમિયાન કેન્સરની દવાઓ, જીવનરક્ષક દવાઓ અને ICU ઇન્જેક્શન્સનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો.