તમારી આ રોજિંદી આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે
તમારી આ રોજિંદી આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે
Published on: 15th September, 2026

કિડની શરીરનું ખુબજ મહત્વપૂર્ણ અંગ છે, જે કચરો અને વધારાનું પાણી બહાર કાઢે છે. પરંતુ રોજિંદી કેટલીક આદતો કિડની પર દબાણ વધારે છે, જેનાથી તેની કાર્યક્ષમતા ઘટી શકે છે. એન્ટાસિડ, એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર દવાઓનો ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કિડની માટે હાનિકારક છે. વધુ પડતું મીઠું, સોફ્ટ ડ્રિંક્સ અને ખાંડવાળા પીણાંનું સેવન પણ કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.