રસોડાનું ઔષધ સૂંઠ: સ્વાસ્થ્ય માટે અતુલ્ય લાભ
રસોડાનું ઔષધ સૂંઠ: સ્વાસ્થ્ય માટે અતુલ્ય લાભ
Published on: 16th September, 2026

આયુર્વેદિક ઔષધ સૂંઠ, હરડેની જેમ જ ખુબ જ ગુણકારી છે. તે પાચનતંત્ર સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદય, મગજ, રક્ત, કફ, સાંધા તથા મૂત્રપિંડના રોગોમાં ફાયદાકારક છે. સૂંઠ ઉષ્ણ હોવાથી વાયુના રોગોમાં, ખાસ કરીને ક્રોનિક આર્થ્રાઈટીસ (જીર્ણ સંધિવા) અને આમ વાતમાં ખુબ ઉપયોગી છે. તે કફનાશક છે અને પાચનતંત્રમાંથી દોષોને દૂર કરવામાં મદદ કરે છે. પ્રસૂતિ પછી ગર્ભાશય સંકોચનમાં પણ તેની ભૂમિકા મહત્વની છે.