જન્માષ્ટમી બાદ પોરબંદરમાં વાયરલ કેસમાં 50% નો વધારો
જન્માષ્ટમી બાદ પોરબંદરમાં વાયરલ કેસમાં 50% નો વધારો
Published on: 16th September, 2026

પોરબંદર જિલ્લામાં જન્માષ્ટમી તહેવાર બાદ વાયરલ રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે અગાઉ જ્યાં રોજ 50 જેટલા વાયરલના દર્દીઓ આવતા હતા, ત્યાં હવે 100 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેમાં અંદાજે 50 ટકાનો વધારો થયો છે. તાવ, શરદી, ઉધરસ, અને માથાનો દુખાવો જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે. બદલાયેલા વાતાવરણ અને વરસાદી માહોલ બાદ ભેજનું પ્રમાણ વધતા લોકોને ઉકળાટ અને અસ્વસ્થતા જેવી સમસ્યાઓ પણ સતાવી રહી છે. વાયરલથી બચવા માટે પૂરતો આરામ, પાણીનું સેવન, બહારના ખોરાક અને ભીડ ટાળવાની સલાહ આપવામાં આવી છે.