સુરત ફુડ પોઇઝનિંગ બાદ મ.સ. યુનિ. ગર્લ્સ હોસ્ટેલ સહિત 17 હોસ્ટેલની કેન્ટીનમાં સઘન ચેકિંગ
સુરત ફુડ પોઇઝનિંગ બાદ મ.સ. યુનિ. ગર્લ્સ હોસ્ટેલ સહિત 17 હોસ્ટેલની કેન્ટીનમાં સઘન ચેકિંગ
Published on: 15th September, 2026

સુરતની ફુડ પોઇઝનિંગ ઘટના બાદ આરોગ્ય મંત્રીની સૂચનાથી વડોદરા પાલિકાની ખોરાક શાખાએ શહેરની 17 હોસ્ટેલ-કેન્ટીનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. જેમાં મ.સ. યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ, આદર્શ નિવાસી છાત્રાલય, સમરસ ગર્લ્સ હોસ્ટેલ જેવી હોસ્ટેલની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવામાં આવી. પ્રતાપગંજ એમ.એસ. યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાંથી 25 કિલો અખાદ્ય પદાર્થો મળી આવતાં તેનો નાશ કરાયો. નિયમોનું પાલન ન કરતી 4 કેન્ટીન યુનિટ બંધ કરાવવાની કાર્યવાહી કરાઈ.