રાજકોટ શહેરમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ
રાજકોટ શહેરમાં એડીસ મચ્છરોનો ઉપદ્રવ
Published on: 15th September, 2026

રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ ઘર-ઘર સર્વેલન્સ દરમિયાન મચ્છરજન્ય રોગોના વધી રહેલા કેસ અંગે માહિતી આપી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધુ 2 કેસ સાથે સિઝનના કુલ 36 કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા 322 જેટલી જગ્યાઓને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં રહેણાંક, બાંધકામ સાઇટ, હોસ્પિટલ, શાળાઓ, હોટેલો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. મચ્છર ઉત્પત્તિ મળી આવતાં 322 આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 2 નવા કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાનો કોઈ નવો કેસ નથી. પાણીજન્ય રોગો માટે 2,75,773 લોકોનો સર્વે કરી દવાઓનું વિતરણ કરાયું છે.