વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ઢીંકવા ગામે બ્લડ પ્રેશર ચેકઅપ કૅમ્પ યોજાયો
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે ઢીંકવા ગામે બ્લડ પ્રેશર ચેકઅપ કૅમ્પ યોજાયો
Published on: 30th May, 2026

વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે સન ફર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હેલ્થ કેર સોસાયટીની મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા હાલોલ તાલુકાના ઢીંકવા ગામે બ્લડ પ્રેશર ચેકઅપ અને જનજાગૃતિ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ઢીંકવા તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકોએ બ્લડ પ્રેશરની તપાસ કરાવી અને આરોગ્ય માર્ગદર્શન મેળવ્યું. હાઇપરટેન્શનના લક્ષણો, જોખમો, સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી. કેમ્પમાં ડૉ. શિવપ્રિયા, નર્સ ધર્મિષ્ઠા રાઠવા અને શિલ્પાબેન વણકરે સેવાઓ આપી હતી.