ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ ખાતે 13 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે.
ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર વલસાડ ખાતે 13 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે.
Published on: 25th September, 2025

રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 13 થી 15 નવેમ્બર દરમિયાન વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. જેમાં મંત્રીઓ, સચિવો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આયોજનને આખરી ઓપ અપાયો હતો. વડાપ્રધાન મોદીએ 2003થી આ શિબિર શરૂ કરાવી હતી. આ વર્ષની થીમ 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ' રહેશે. શિબિરમાં પોષણ, આરોગ્ય, ઊર્જા જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓ Vande Bharat ટ્રેનથી વલસાડ જશે.