માનવ આરોગ્ય હિતમાં પશુઓને અપાતી બે એન્ટીબાયોટિક્સ પર કેન્દ્રનો પ્રતિબંધ પ્રસ્તાવ
માનવ આરોગ્ય હિતમાં પશુઓને અપાતી બે એન્ટીબાયોટિક્સ પર કેન્દ્રનો પ્રતિબંધ પ્રસ્તાવ
Published on: 18th September, 2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર આરોગ્યના હિતમાં એક નોંધપાત્ર પગલું ભર્યું છે. 'કાબીક્સીપેનિસિલિન્સ' અને 'ફોસ્ફોનિક એસિડ ડેરિવેટિવ્ઝ' નામની બે એન્ટીબાયોટિક્સનો પશુઓમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પશુઓમાં આ દવાઓનો વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ માનવજાત માટે મોટો ખતરો બની રહ્યો છે, જે 'એન્ટીમાઈકોબાયલ રેજિસ્ટન્સ' (AMR) ના વિકાસમાં ફાળો આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ આ દવાઓને માનવ આરોગ્ય માટે ગંભીર શ્રેણીમાં મૂકી છે.