વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર થયું
વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્ર થયું
Published on: 17th September, 2026

નવસારીના વેસ્મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું. આ કેમ્પમાં કુલ 35 યુનિટ અમૂલ્ય રક્ત એકત્ર કરવામાં આવ્યું. ડો. ફોરમ પારેખે આ માનવતાવાદી આયોજનની પ્રશંસા કરી અને 35 યુનિટ રક્ત પ્રાપ્ત થવાને આનંદદાયક અને ગૌરવપૂર્ણ ગણાવ્યું. તેમણે તમામ રક્તદાતાઓ, આરોગ્ય સ્ટાફ અને રેડક્રોસ ટીમના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો.