વડોદરાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૫ હજાર દર્દીઓ સારવાર હેઠળ
વડોદરાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૫ હજાર દર્દીઓ સારવાર હેઠળ
Published on: 18th September, 2026

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યોજાયેલી એક આરોગ્ય શિબિરમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જ્યાં વોર્ડ નંબર-૧૩માં ૪૩૫ લોકોની તપાસમાં મોટી સંખ્યામાં વાયરલ બીમારીઓના દર્દીઓ મળી આવ્યા છે. શરદી-ખાંસી, વાયરલ તાવ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા અનેક રોગોના દર્દીઓની ઓળખ થઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હાલ પાંચ હજાર દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં પાણીજન્ય, મચ્છરજન્ય અને ચેપી રોગોનો સમાવેશ થાય છે. દૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીને કારણે બીમારીઓના કેસોમાં વધારો થતાં અસરકારક કામગીરીની લોકમાગ છે.