કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિ.નો સ્ટાફ્ રક્તદાતા બની દર્દીઓને વ્હારે
કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિ.નો સ્ટાફ્ રક્તદાતા બની દર્દીઓને વ્હારે
Published on: 30th May, 2026

ઉનાળાના વેકેશન અને કાળઝાળ ગરમીને કારણે આણંદ જિલ્લામાં રક્તદાન શિબિરોમાં ઘટાડો થતાં બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ, પેરામેડિકલ અને વહીવટી સ્ટાફે સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંભીર બીમારીઓ, અકસ્માત, કેન્સર અને થેલેસેમિયા દર્દીઓ માટે રક્તની જરૂરિયાત પૂરી કરવા સ્ટાફ આગળ આવ્યો હતો. હોસ્પિટલ પ્રશાસને નાગરિકો, યુવાનો અને સામાજિક સંસ્થાઓને સ્વૈચ્છિક રક્તદાન કરીને દર્દીઓની મદદ કરવા અપીલ કરી છે.