ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત
ગુજરાત પોલીસ ભરતીમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત
Published on: 22nd January, 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનનું મોત નીપજ્યું છે. કચ્છના 25 વર્ષીય યુવાન રવિરાજ જાડેજાનું સારવાર દરમિયાન મુત્યુ થયું છે. 5 કિમીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા યુવાન ઢળી પડ્યો હતો.