Botad News: લગ્નની ખરીદી કરવા ગયેલી ચાર બહેનો ગુમ થતા પોલીસ તપાસ શરૂ.
Botad News: લગ્નની ખરીદી કરવા ગયેલી ચાર બહેનો ગુમ થતા પોલીસ તપાસ શરૂ.
Published on: 16th February, 2026

Botad જિલ્લાના ગઢડામાં લગ્નની ખરીદી કરવા ગયેલી ચાર સગી બહેનો રહસ્યમય રીતે ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. બે પુખ્ત અને બે સગીર બહેનો ગુમ થતા ગઢડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ બહેનો ક્યાં ગઈ અને તેમની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ. હાલ પરિવાર ચિંતામાં છે.