ડભોઈ સેવાસદનમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળથી કામગીરી ઠપ્પ
ડભોઈ સેવાસદનમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળથી કામગીરી ઠપ્પ
Published on: 08th October, 2026

વડોદરા જિલ્લાના ડભોઈ સહિત સમગ્ર મહેસૂલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ દ્વારા જિલ્લા ફેરબદલી અંગેની NOC પ્રથા ફરી શરૂ કરવાની માંગ સહિત અન્યાયી કાર્યવાહી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ હડતાળની સીધી અસર ડભોઈ તાલુકા સેવા સદનમાં જોવા મળી રહી છે, જ્યાં વિવિધ મહેસૂલી કામગીરીઓ, જેમ કે જમીન અને આવકના દાખલા સંબંધિત સેવાઓ ઠપ્પ થતાં અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચેનો વિવાદ ઉકેલાય તેવી અરજદારોમાં માંગ છે.