વડોદરાના પાવીજેતપુરના ભેંસાવહી-અંબાડી રોડ પર દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભય
વડોદરાના પાવીજેતપુરના ભેંસાવહી-અંબાડી રોડ પર દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભય
Published on: 08th October, 2026

વડોદરા જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભેંસાવહીથી અંબાડી જતા માર્ગ પર મોડી રાત્રે દીપડો દેખાતાં વાહનચાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક કારચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુની ઝાડીઓમાંથી દીપડો રોડ ઓળંગીને જતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સામાન્ય હોવા છતાં, મુખ્ય રસ્તા પર દીપડો દેખાતાં રાત્રિ દરમિયાન અવરજવર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી તાત્કાલિક પેટ્રોલિંગ વધારવા અને જરૂર પડ્યે પાંજરું મૂકવાની માંગ કરી છે.