બંગાળના બુરુઈપુર દુષ્કર્મ-હત્યા કેસનો મુખ્ય આરોપી પ્રભાસ મંડલ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
બંગાળના બુરુઈપુર દુષ્કર્મ-હત્યા કેસનો મુખ્ય આરોપી પ્રભાસ મંડલ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
Published on: 08th July, 2026

પશ્ચિમ બંગાળના ચકચારી બરુઈપુર રેપ અને મર્ડર કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપ ધરાવતા મંડલે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. ક્રાઈમ સીન રી-ક્રિએશન દરમિયાન, તેણે પોલીસ અધિકારી પાસેથી બંદૂક છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. આત્મરક્ષાર્થે પોલીસે કરેલા જવાબી ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો.