અમદાવાદ મનપાના સ્વિમિંગ પૂલ સફાઈમાં ટેન્ડર વિના 1 કરોડથી વધુ ચૂકવણીનો આરોપ
અમદાવાદ મનપાના સ્વિમિંગ પૂલ સફાઈમાં ટેન્ડર વિના 1 કરોડથી વધુ ચૂકવણીનો આરોપ
Published on: 19th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્વિમિંગ પૂલોની સફાઈ કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયા ઠપ હોવા અંગે વિવાદ સર્જાયો છે. RTIમાં થયેલા ખુલાસા મુજબ, 2022માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા ટેન્ડરને બદલે ક્વોટેશનના આધારે કામ સોંપાઈ રહ્યું છે. છેલ્લા 3-4 વર્ષમાં ક્વોટેશન દ્વારા 1 કરોડથી વધુની ચૂકવણીના આરોપ છે. કોંગ્રેસ દ્વારા કામદારોની વાસ્તવિક હાજરી અને કમિશનખોરીની તપાસની માંગ કરવામાં આવી છે. AMCના અધિકારીએ કામદારોની અછતને કારણે મંડળી પાસેથી કામદારો લેવાયા હોવાનું જણાવી આરોપો નકાર્યા છે.