AMC દ્વારા EWS આવાસ યોજનામાં મકાનોની સઘન તપાસ
AMC દ્વારા EWS આવાસ યોજનામાં મકાનોની સઘન તપાસ
Published on: 19th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા EWS Housing Scheme હેઠળ ફાળવાયેલા મકાનોનો વાસ્તવિક લાભાર્થી જ ઉપયોગ કરે છે કે નહીં તેની સઘન તપાસ હાથ ધરાશે. છેલ્લા સાત વર્ષમાં ફાળવાયેલા મકાનોની ચેકિંગ માટે મોટા પાયે કામગીરી થશે. એક જ યોજનામાં તમામ ઝોનની ટીમો એકસાથે તપાસ કરશે, જેથી વધુ મકાનો ચકાસી શકાય. લાભાર્થી મકાન ભાડે આપે કે વેચી દીધું હોય, તો નોટિસ બાદ સીલિંગ સુધીની કાર્યવાહી થશે. ગેરરીતિ રોકવા અને જરૂરિયાતમંદોને ન્યાય મળે તે માટે આ પગલાં લેવાયા છે.