AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: કોલેજ કેન્ટીન સીલ, 8 સ્કૂલોમાં સઘન ચેકિંગ
AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: કોલેજ કેન્ટીન સીલ, 8 સ્કૂલોમાં સઘન ચેકિંગ
Published on: 19th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને FSSAI લાયસન્સના અભાવે કુલ 7 એકમોને સીલ મારવામાં આવ્યા છે. જેમાં લોટમાં જીવાત, ઘી-પનીરમાં ભેળસેળ અને ગંદકી જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી. શહેરની 8 જાણીતી સ્કૂલો-કોલેજોની કેન્ટીનોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. FSSAI લાયસન્સ વગર કે નિયમોનું પાલન કર્યા વિના વેપાર કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.