જામનગરના પીજીવીસીએલ લાઇનમેનને ધરારનગરમાં ગાળો આપી લાફો માર્યો
જામનગરના પીજીવીસીએલ લાઇનમેનને ધરારનગરમાં ગાળો આપી લાફો માર્યો
Published on: 30th August, 2026

જામનગરના ધરારનગર વિસ્તારમાં વીજળીના તૂટેલા વાયરનું સમારકામ કરવા ગયેલા પીજીવીસીએલના લાઇનમેન દીનેશભાઈ રુગનાથભાઈ બારૈયાને ખીમાજી જાડેજાએ ગાળો આપી, લાફો માર્યો અને હાથ મરડી નાખ્યો. આ ઘટના 29 ઓગસ્ટના રોજ બની હતી. કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે ખીમાજી ત્યાં પહોંચ્યા અને કામમાં વિલંબ અંગે ગુસ્સે થઈને હુમલો કર્યો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.