અમદાવાદ લક્ઝરી બસમાં ચોરી
અમદાવાદ લક્ઝરી બસમાં ચોરી
Published on: 30th August, 2026

અમદાવાદમાં મહારાષ્ટ્રની લક્ઝરી બસમાંથી 10.70 લાખના 14 iPhoneની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૂળ રાજસ્થાનના ફાર્મસી ગ્રેજ્યુએટ આરોપી ગજેન્દ્રસિંહ રાજપૂતને રાજસ્થાનના જંગલ વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. ચોરાયેલા iPhone દુબઈ મોકલાયાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીએ ચોરીના ફોનમાંથી એક iPhone તેની ગર્લફ્રેન્ડને ભેટ આપ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.