દુકાનમાં લગાવેલા ચાઈનીઝ કેમેરાથી પાકિસ્તાનને LIVE ફીડ
દુકાનમાં લગાવેલા ચાઈનીઝ કેમેરાથી પાકિસ્તાનને LIVE ફીડ
Published on: 30th August, 2026

લુધિયાણામાં પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરનાર 22 વર્ષીય દુકાનદારની ધરપકડ. જૂતાની દુકાનની આડમાં શહેરની ગતિવિધિઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. દુકાનની બહાર લગાવેલા ચાઈનીઝ CCTV કેમેરાથી પાકિસ્તાનને લાઈવ ફીડ પહોંચાડવામાં આવી રહ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં 40 હજારના ભાડે દુકાન રાખી અને 3 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું. આ નેટવર્ક દ્વારા સૈન્ય ગતિવિધિઓની પણ જાસૂસી થતી હોવાની આશંકા છે.