વડોદરાના નટુભાઈ સર્કલ પાસે પેચવર્કની કામગીરી સામે સવાલો
વડોદરાના નટુભાઈ સર્કલ પાસે પેચવર્કની કામગીરી સામે સવાલો
Published on: 22nd August, 2026

વડોદરા કોર્પોરેશન દ્વારા માર્ગો પર પડેલા ખાડા પૂરવા માટે કરવામાં આવેલી પેચવર્કની કામગીરીની ગુણવત્તા સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. નટુભાઈ સર્કલ પાસે, જ્યાં તાજેતરમાં જ પેચવર્ક થયું હતું, ત્યાં મુખ્ય માર્ગ પર ભૂવો પડી ગયો છે. આ ભૂવો ઉપરથી એક ફૂટનો દેખાય છે પરંતુ અંદરથી વધુ પહોળો છે. વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ટુ-વ્હીલર ચાલકો રસ્તાની સ્થિતિ અંગે ચિંતિત છે. રાહદારીઓએ પણ કામગીરીની ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં આવી સ્થિતિ તંત્રની દેખરેખ પર સવાલો ઊભા કરે છે.