છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગણેશોત્સવની ધૂમ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગણેશોત્સવની ધૂમ
Published on: 22nd August, 2026

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગણપતિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નસવાડીના કવાંટ રોડ પર સૌરાષ્ટ્રથી આવેલા માટીના કલાકારો દિવસ-રાત મહેનત કરીને ગણપતિ બાપાની આશરે 80 થી વધુ અવનવી ડિઝાઇનની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે સારા વરસાદને કારણે ગણપતિ સ્થાપના કરનારા પંડાલોની સંખ્યા વધવાની અને મૂર્તિઓના સારા વેચાણની આશા કલાકારોમાં જાગી છે. આ મૂર્તિઓ તેમની કલા અને આજીવિકાનો આધાર છે.