ગોધરા પોલીસ ચોકી સળગાવવાના ગુજસીટોક કેસમાં આરોપીના જામીન નામંજૂર
ગોધરા પોલીસ ચોકી સળગાવવાના ગુજસીટોક કેસમાં આરોપીના જામીન નામંજૂર
Published on: 22nd August, 2026

વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે ગોધરાના એક આરોપી રૂહુલઅમીન અબ્દુલરજાક દુર્વેશની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામા મુજબ, પંચમહાલ જિલ્લામાં ટોળકી દ્વારા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે કુલ 19 ગુનાઓ આચરવામાં આવ્યા છે. ગોધરાની પોલીસ ચોકી નંબર 3-4 પર હુમલો કરી આગ લગાડી હતી અને સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડ્યું હતું. કોર્ટે આરોપીના ગુનાહિત કૃત્યો અને સંડોવણીને ધ્યાનમાં રાખીને જામીન અરજી ફગાવી દીધી છે.