વડોદરામાં ગોરવા તળાવમાં ભાજપના કાઉન્સિલરોની બેદરકારી!
વડોદરામાં ગોરવા તળાવમાં ભાજપના કાઉન્સિલરોની બેદરકારી!
Published on: 22nd August, 2026

વડોદરામાં દશામાની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન ગોરવા દશામા તળાવ ખાતે ભાજપના કેટલાક કાઉન્સિલરો લાઇફ જેકેટ વગર તરાપા પર સવાર થયા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા લાઇફ જેકેટ જેવી આવશ્યક સુરક્ષા કિટની અવગણના કરવામાં આવી હતી. આવા દ્રશ્યો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. અન્ય તળાવો પર પણ આવા નિયમોની અવગણના જોવા મળી હતી.