કોંગ્રેસ દ્વારા વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખોની નિમણૂક: પક્ષને મજબૂત કરવા રાહુલ ગાંધીની પહેલ અને આગામી આયોજન.
કોંગ્રેસ દ્વારા વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખોની નિમણૂક: પક્ષને મજબૂત કરવા રાહુલ ગાંધીની પહેલ અને આગામી આયોજન.
Published on: 29th July, 2025

ગુજરાત કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે વિવિધ સમાજના 6-7 કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરશે, જેમાં પાટીદાર સમાજને પ્રાધાન્ય અપાશે. પ્રદેશ અને જિલ્લા સ્તરનું સંગઠનનું કાર્ય 18 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તાલુકા કક્ષાનું કાર્ય શરૂ થશે. દિવાળી સુધીમાં સમગ્ર સંગઠનનું કામ પૂરું થશે અને પાલિકા પંચાયતની ચૂંટણીની તૈયારી શરૂ કરાશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વધશે અને તેઓ કાર્યકરોને સંબોધશે. વિધાનસભામાં તુષાર ચૌધરીએ પોતાની નવી ટીમ બનાવી છે.