દેવઘરમાં ટ્રક-બસ અથડામણમાં 18 કાંવડિયાઓના દુ:ખદ મોત; ડ્રાઇવર સીટ સાથે પટકાયો, તમામ ગયાજીના રહેવાસી.
દેવઘરમાં ટ્રક-બસ અથડામણમાં 18 કાંવડિયાઓના દુ:ખદ મોત; ડ્રાઇવર સીટ સાથે પટકાયો, તમામ ગયાજીના રહેવાસી.
Published on: 29th July, 2025

દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચેની ભયાનક ટક્કરમાં 18 કાંવડિયાઓના કરુણ મોત થયા, ઘણા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ આ ઘટનાની જાણકારી આપી. આ અકસ્માત દેવઘરના મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે થયો. કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. મૃતકો બિહારના ગયાજીના વતની હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઇવરને ઝોકું આવતા અકસ્માત થયો.