અમદાવાદ: નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક કાર પલટી ગઈ, પોલીસ તપાસ ચાલુ.
અમદાવાદ: નવા વાડજમાં બે કાર વચ્ચે અકસ્માત થતા એક કાર પલટી ગઈ, પોલીસ તપાસ ચાલુ.
Published on: 20th February, 2026

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં નેશનલ હેન્ડલૂમ પાસે રાત્રે બે કાર અથડાતા અકસ્માત થયો. અકસ્માતમાં એક કાર પલટી ગઈ અને કાર ચાલકને ઈજાઓ પહોંચી, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાયો. પોલીસે ટ્રાફિક હળવો કર્યો અને અકસ્માતનાં કારણો જાણવા તપાસ હાથ ધરી. સદનસીબે મોટી જાનહાનિ ટળી.