જામનગરમાં 28 ગામોના તળાવો ઊંડા કરાશે
જામનગરમાં 28 ગામોના તળાવો ઊંડા કરાશે
Published on: 20th February, 2026

વડાપ્રધાનના આહવાનથી પ્રેરિત, BJS જૈન સંગઠન અને રોટરી ક્લબ જામનગર દ્વારા 28 ગામોના તળાવો ઊંડા કરી 35 કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારાશે. વર્ષ 2024-25માં 12 ગામોના 15 તળાવો ઊંડા ઉતારી 18 કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારાઈ હતી. "સુજલામ સુફલામ" યોજના હેઠળ આ કાર્ય સ્વ-ભંડોળથી થશે. CSR ફંડ, દાતાઓના દાન અને ગ્રામજનોના સહકારથી ભંડોળ એકત્રિત કરવામાં આવશે. જળ-સંચય અને પર્યાવરણની સુરક્ષા જરૂરી.