જૂનાગઢ ફાયર ટીમે પાંજ નાકા પુલ પરથી નીચે પડેલા યુવકનો જીવ બચાવી કર્યો અદભૂત રેસ્ક્યુ
જૂનાગઢ ફાયર ટીમે પાંજ નાકા પુલ પરથી નીચે પડેલા યુવકનો જીવ બચાવી કર્યો અદભૂત રેસ્ક્યુ
Published on: 14th September, 2026

જૂનાગઢના ભવનાથ રોડ પર પાંજ નાકા પુલની દિવાલ પર બેઠેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા. આ બનાવની જાણ થતાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પુલ નીચે પડેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. યુવકને હાથ-પગમાં ઈજા થઈ હતી, પરંતુ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી તેનો જીવ બચી ગયો.