ગુજરાત હાઈકોર્ટનું અનોખું મિટ્ટી કેફેl
ગુજરાત હાઈકોર્ટનું અનોખું મિટ્ટી કેફેl
Published on: 14th September, 2026

અમદાવાદના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલું મિટ્ટી કેફે, તેના અનોખા સંચાલન માટે ચર્ચામાં છે. આ કેફે ગુજરાતનું પ્રથમ એવું કેફે છે જ્યાં દિવ્યાંગ વ્યક્તિઓ ઓર્ડર લેવાથી લઈને બિલિંગ સુધીનું સંપૂર્ણ મેનેજમેન્ટ સંભાળે છે. 2 વર્ષ પહેલાં તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે ઉદ્ઘાટન કરેલા આ કેફેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપવાનો છે. અહીં શ્રવણ-વાણી, શારીરિક અને માનસિક પડકારો ધરાવતા કર્મચારીઓ તાલીમ લઈને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડે છે.