સોમનાથ સ્ટેશન પર સુવિધાઓ વધારવા પર ભાર
સોમનાથ સ્ટેશન પર સુવિધાઓ વધારવા પર ભાર
Published on: 14th September, 2026

ભાવનગર મંડળના DRM દિનેશ વર્માએ વિવિધ રેલખંડો, ફાટકો અને સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું. જૂનાગઢ ખાતે 100 કરોડના સ્ટેશન રીડેવલપમેન્ટ કાર્યોની સમીક્ષા કરી અને ગુણવત્તા તથા સમયમર્યાદા જાળવવા સૂચના આપી. ગ્રોફેડ વિસ્તારમાં બની રહેલા નવા મીટર ગેજ સ્ટેશનની પ્રગતિ અંગે સાંસદ સાથે ચર્ચા કરી. સોમનાથ સ્ટેશન પર મુસાફર સુવિધાઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે 11 અને 12 સપ્ટેમ્બરે ભાવનગર-ધોળા, ધોળા-વેરાવળ સેક્શનના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.