રાજકોટના રેલનગરમાં તંત્રની બેદરકારી
રાજકોટના રેલનગરમાં તંત્રની બેદરકારી
Published on: 14th September, 2026

રેલનગર સ્થિત સાધુ વાસવાણી કુંજ રોડ પર સુપર માર્કેટ અને જાહેર બગીચા સામે છેલ્લા એક મહિનાથી એક ઊંડો ખાડો પડ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આ મોતના ખાડાને પૂરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારમાં સાંજે નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી, સુરક્ષા માટે કોઈ બેરિકેડ કે ચેતવણી બોર્ડ ન હોવાને કારણે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને મોટી દુર્ઘટનાની રાહ જોવાની વૃત્તિ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.