રાણકીવાવ અને પટોળાના પાટણને ‘સુપર ક્લીન’ બનાવવા 299 શ્રમયોગીઓની ફોજ મેદાનમાં
રાણકીવાવ અને પટોળાના પાટણને ‘સુપર ક્લીન’ બનાવવા 299 શ્રમયોગીઓની ફોજ મેદાનમાં
Published on: 14th September, 2026

વિશ્વપ્રસિદ્ધ હેરિટેજ સિટી પાટણને સ્વચ્છ બનાવવા રાજ્ય સરકારની વિશેષ ગ્રાન્ટ મંજૂર. દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓ માટે પાટણની શ્રેષ્ઠ છાપ ઊભી થશે, જે ટુરિઝમ અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. નગરપાલિકા દ્વારા શહેરના 13 મુખ્ય પ્રવેશ માર્ગોને સફાઈ ઝુંબેશ હેઠળ આવરી લેવાયા છે. સરસ્વતી નદીથી ગોપી પાર્ટી પ્લોટ, બગવાડા દરવાજાથી રેલવે ગરનાળુ જેવા એન્ટ્રી પોઈન્ટ્સ સુંદર બનાવાશે. ગાયત્રી મંદિર નજીક સફાઈ, કલર કામ ચાલી રહ્યું છે. 250 નિયમિત કર્મચારીઓ અને 49 નવા કર્મચારીઓ મળી કુલ 299 શ્રમયોગીઓની ટીમ તૈનાત કરાઈ છે.