રાજકોટના ધર્મેશ્વર મંદિર પાસે ગંદા પાણી ભરાયાં
રાજકોટના ધર્મેશ્વર મંદિર પાસે ગંદા પાણી ભરાયાં
Published on: 14th September, 2026

ધર્મનગર મેઇન રોડ પર ધર્મેશ્વર મહાદેવ મંદિર નજીક ગંદા પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા મનપા તંત્રની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગટરના દૂષિત પાણી ભરાવાથી દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ધાર્મિક સ્થળે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો તથા ભક્તોમાં રોષ છે. ગંદા પાણીના કારણે રોગચાળાનો ભય વધી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં મનપા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.