વડોદરાના તરસાલી બ્રિજ પાસે રોડ ઓળંગતા યુવકને કારની ટક્કર
વડોદરાના તરસાલી બ્રિજ પાસે રોડ ઓળંગતા યુવકને કારની ટક્કર
Published on: 14th September, 2026

માણેજા ક્રોસિંગ પાસે રહેતો ભાવેશ રાઠવા તરસાલી બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારતાં તેના માથાના ભાગે અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક સયાજી હૉસ્પિટલમાં ખસેડાયેલા ભાવેશને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ભાવેશના લગ્ન વડોદરાની યુવતી સાથે થયા હતા, પરંતુ તેઓ અલગ રહેતા હતા.