પોરબંદરમાં હડકાયા કૂતરાનો આતંક
પોરબંદરમાં હડકાયા કૂતરાનો આતંક
Published on: 14th September, 2026

પોરબંદર શહેરના વેકુરડી પ્લોટ વિસ્તારમાં હડકાયા કૂતરાએ 3 વર્ષની બાળકી સહિત કુલ 17 લોકોને બચકા ભર્યા હતા. આ ઘટનાને પગલે રજાના દિવસે સરકારી હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી. મનપાના તંત્રને જાણ થતાં મેયર સાગર મોદીએ તાત્કાલિક શ્વાનને પાંજરે પૂરવા આદેશ આપ્યો હતો. નગરપાલિકાના સ્ટાફે ભારે જહેમત બાદ હડકાયા શ્વાનને પકડી પાડ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.