અમદાવાદમાં જડતર કામના બહાને 87 લાખના સોનાના સેટ લઈ દંપતી સહિત 3 ફરાર
અમદાવાદમાં જડતર કામના બહાને 87 લાખના સોનાના સેટ લઈ દંપતી સહિત 3 ફરાર
Published on: 11th October, 2026

અમદાવાદ શહેરમાં સીજી રોડ પર જ્વેલરી શોરૂમ ધરાવતા વેપારી સંજય શાહ સાથે નવા વાડજના ત્રણ વેપારીઓએ જડતર કામના નામે રૂ. 87.81 લાખના 17 સોનાના સેટ મેળવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 'એસ.એસ. ઓર્નામેન્ટ્સ'ના સંચાલક દિપેન અશોક સોની, તેની પત્ની ખુશ્બુ સોની અને ભાગીદાર પાર્થ સોનીએ વેપારીનો વિશ્વાસ કેળવી, જડતર કામ માટે સોનાના સેટ લીધા બાદ પોતાની ભાડાની દુકાન અને ન્યૂ રાણીપનું મકાન ખાલી કરીને રાતોરાત ફરાર થઈ ગયા હતા. વાડજ પોલીસે ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.