દિવાળીમાં સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે GSRTC દ્વારા 9,100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
દિવાળીમાં સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે GSRTC દ્વારા 9,100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
Published on: 11th October, 2026

દિવાળીના તહેવાર નિમિત્તે સુરત શહેરમાંથી વતન જતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 4 થી 9 નવેમ્બર દરમિયાન 9,100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસોનું સંચાલન સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી નિર્ધારિત સ્થળોએથી કરવામાં આવશે. મુસાફરો એડવાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગ GSRTCની મોબાઇલ એપ અને વેબસાઇટ www.gsrtc.in પરથી કરાવી શકશે. આયોજન મુજબ સૌરાષ્ટ્ર તરફની બસોની સંખ્યા સૌથી વધુ રહેશે.