ચોટીલામાં નવરાત્રિના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા
ચોટીલામાં નવરાત્રિના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા
Published on: 11th October, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાંથી આવેલા આશરે 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ડુંગર ચઢીને માતાજીના દર્શન કર્યા હતા. પ્રથમ નોરતે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી અને પગથિયાનો દ્વાર આરતીના 30 મિનિટ પહેલાં ખોલવામાં આવ્યો હતો. નવરાત્રિ દરમિયાન મંદિરના સમયપત્રક મુજબ આરતી, હવન અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.