અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 4 આપઘાત
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 4 આપઘાત
Published on: 11th October, 2026

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આર્થિક સંકડામણ, કૌટુંબિક કલેશ અને સામાન્ય બોલાચાલી જેવી બાબતોમાં જીવન ટૂંકાવી લેવાના ચાર અલગ-અલગ બનાવો બન્યા છે. આ ઘટનાઓમાં ઝેરી દવા પીવાથી સગીરા સહિત કુલ ચાર વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. વડિયામાં હેર સલૂન સંચાલકે લોનના હપ્તા વધી જતાં, ખાંભાના પીપળવામાં યુવાને પત્ની રીસામણે જતાં, લિલિયાના દાડમામાં ઘરકામ બાબતે બોલાચાલી થતાં અને દામનગરના ધુફણીયામાં નવા કપડાં બાબતે ભાઈ સાથે ઝઘડો થતાં યુવક-યુવતીઓએ આપઘાત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.