વાપી મહાનગરપાલિકા દ્વારા રોડ પર રખડતા ૨૩ પશુઓ પકડી પાડવામાં આવ્યા
વાપી મહાનગરપાલિકા દ્વારા રોડ પર રખડતા ૨૩ પશુઓ પકડી પાડવામાં આવ્યા
Published on: 11th October, 2026

વાપી મહાનગરપાલિકાએ શહેરના માર્ગો પર રખડતા પશુઓના ત્રાસને નાથવા એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત, મનપાની ટીમોએ એક જ દિવસમાં ૨૩ જેટલા રખડતા પશુઓને સફળતાપૂર્વક પકડી પાડ્યા છે. પકડાયેલા પશુઓની વધુ સારસંભાળ માટે તેમને વાપી રાતા પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અને માર્ગ અકસ્માતો ઘટાડવાના પ્રયાસ રૂપે કરવામાં આવી છે. મનપા હવે બેદરકાર પશુ માલિકો સામે કડક પગલાં લેવાની પણ જરૂર છે.