વડોદરાના વાડી વિસ્તારમાં ફટાકડા બાબતે બે જૂથ વચ્ચે મારામારી
વડોદરાના વાડી વિસ્તારમાં ફટાકડા બાબતે બે જૂથ વચ્ચે મારામારી
Published on: 11th October, 2026

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બાળકો દ્વારા ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષો દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક પક્ષના ફરિયાદી ઈર્શાદ નિઝામુદ્દીન બિલ્લાવાલાના જણાવ્યા મુજબ, તેમના સગાનો 8 વર્ષનો દીકરો ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે વિરોધ થતાં ઝઘડો થયો હતો, જેમાં ઈર્શાદનો હાથ ખભામાંથી ઉતરી ગયો હતો અને એક મહિલાને કપાળે ઈજા થઈ હતી. બીજા પક્ષના જાવેદ ઉર્ફે પિન્ટુ મસકવાલાએ જણાવ્યું કે, વિવાદમાં જૈદ અલી મુર્તઝાઅલી સૈયદ અને મોઈન બિલ્લાવાલાએ હુમલો કર્યો, જેમાં તેમની પત્ની મુમતાઝને માથામાં ગંભીર ઈજા થતાં SSG હોસ્પિટલમાં ખસેડાયા.