અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પાસે 40 ફૂટ ઊંડી ગટરમાં દિવ્યાંગ બાળકી પડી
અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પાસે 40 ફૂટ ઊંડી ગટરમાં દિવ્યાંગ બાળકી પડી
Published on: 11th October, 2026

અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર શાસ્ત્રી બ્રિજ નજીક 9 વર્ષની દિવ્યાંગ બાળકી મનીષા સલાટ માતા સાથે રિક્ષામાંથી ઉતરતી વખતે 35-40 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ઘટનાના 22 કલાક વીતી જવા છતાં બાળકીનો મૃતદેહ મળ્યો નથી. ફાયર વિભાગે સાબરમતી નદી સુધી શોધખોળ કરી, પરંતુ પાણીના પ્રવાહ અને અંધારાને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી. સ્થાનિકોએ AMC અને GPCBની બેદરકારી સાથે કેમિકલ માફિયાઓ દ્વારા ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવવાનો આક્ષેપ કર્યો છે. અગાઉ પણ આવી ઘટનાઓમાં મોત થયા હોવા છતાં તંત્રએ બોધપાઠ લીધો ન હોવાથી લોકોમાં ભારે રોષ છે.