અમદાવાદની ગટર લાઈનમાં પડી બાળકી 30 કલાક બાદ પણ લાપતા
અમદાવાદની ગટર લાઈનમાં પડી બાળકી 30 કલાક બાદ પણ લાપતા
Published on: 11th October, 2026

અમદાવાદના પીરાણા ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઈનમાં પડી ગયેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 30 કલાક બાદ પણ મળી આવી નથી. ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે, પરંતુ ડ્રેનેજ વિભાગ પાસેથી લાઈનનો નકશો ન મળવાને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બાળકી શનિવારે બપોરે આશરે 3 વાગ્યે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં પડી હતી, જેમાં પૂર્વ અમદાવાદનું ગટરનું પાણી આવે છે. નદી અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાએ વિવિધ વિભાગો વચ્ચેના સંકલન પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.