ભચાઉમાં ટ્રાફિક સમસ્યા નિવારવા 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવાયા, આડેધડ પાર્કિંગ પર નિયંત્રણ આવશે.
ભચાઉમાં ટ્રાફિક સમસ્યા નિવારવા 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવાયા, આડેધડ પાર્કિંગ પર નિયંત્રણ આવશે.
Published on: 04th August, 2025

ભચાઉમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસને મુખ્ય બજારથી માંડવીચોક સુધી 300 જેટલા સ્પ્રિંગ પોલ લગાવ્યા છે. PI અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માત અસરગ્રસ્ત સ્થળોએ આ પોલ લગાવાયા છે. આ પહેલ આડેધડ પાર્કિંગ પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી છે. સવાર-સાંજની ભીડને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી, જેના લીધે પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.